પોરબંદર ખાતે વિશ્વાસ પ્રોજેક્ટ નેત્રમ હેઠળ વધુ એક સફળ કામગીરી નોંધાઈ છે. તા. ૦૩/૦૩/૨૦૨૬ના રોજ રાત્રે ૨૧:૩૦ થી ૨૩:૦૦ દરમિયાન અરજદાર યોગેશભાઈએ પોતાની હોન્ડા કંપનીની સાઇન બાઈક કનકાઈ માતા મંદિર, ચોપાટી ગેટ પાસે પાર્ક કરી હતી. પરત ફરતાં બાઈક ત્યાં ન મળતાં તેઓ તાત્કાલિક નેત્રમ કમાન્ડ & કંટ્રોલ સેન્ટર પર હાજર રહ્યા અને ગુમ થયાની માહિતી આપી.
નેત્રમ ઇન્ચાર્જના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા આસપાસના CCTV કેમેરા ચેક કરવામાં આવ્યા. તપાસ દરમિયાન બાઈક એક વ્યક્તિ દ્વારા લઈ જવાતું દેખાયું, જેના પાછળ બે બાળકો બેઠેલા હતા. દૃશ્યો પરથી પ્રાથમિક રીતે એવું અનુમાન થયું કે બાઈક ભૂલથી લઈ જવાયું હોઈ શકે.
આ દરમિયાન સમાન મોડલની હોન્ડા બાઈક સાથે તે જ વ્યક્તિ અને બે બાળકો ચોપાટી ગેટ તરફ આવતાં જોવા મળ્યા. નેત્રમ સ્ટાફે વાહન ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેમના ગેસ્ટ દ્વારા ભૂલથી બીજા વ્યક્તિનું બાઈક સમજી લઈ જવાયું હતું.
પછી અરજદાર યોગેશભાઈ તથા પ્રતિકભાઈ જોષીને કમાન્ડ & કંટ્રોલ સેન્ટર ખાતે બોલાવી યોગ્ય ચકાસણી બાદ બાઈક પરત કરાવવામાં આવ્યું. સમગ્ર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થતાં અરજદારે નેત્રમ સ્ટાફની કાર્યક્ષમતા અને સતર્કતાની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી.
0 Comments