ટીબી દર્દીઓ માટે પૌષ્ટિક ‘અક્ષય કીટ’નું વિતરણ – સેવાભાવી
રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા વર્ષ 2018 થી છેલ્લા નવ વર્ષથી સતત અને નિર્વિઘ્ને ટીબી દર્દીઓ માટે પૌષ્ટિક ‘અક્ષય કીટ’નું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ સેવા કાર્ય અંતર્ગત રોટરી ક્લબ ઓફ પોરબંદર તથા ઇનર વ્હીલ ક્લબ દ્વારા જિલ્લા ક્ષય કેન્દ્રના માર્ગદર્શન હેઠળ આજે જરૂરિયાતમંદ ટીબી દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ હેઠળ રૂ. 1000 પ્રતિ કીટ મુજબ કુલ 45 કીટનું વિતરણ કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા ક્ષય અધિકારી, આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
માર્ચ મહિનાના આ સેવા પ્રોજેક્ટ માટે વિવિધ દાતાશ્રીઓ દ્વારા ઉદાર આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો. રો. કાલાભાઈ ભેટેરિયા તરફથી ₹22,000, શ્રી સિદ્ધાર્થ જયેશભાઈ પત્તાણી તરફથી ₹25,000, રો. શશીકાંત નાંઢા તરફથી ₹5,000, પ્રોજેક્ટ ચેરમેન વિજયભાઈ મજીઠીયા તરફથી ₹35,000 તેમજ શ્રીમતી દક્ષાબેન જયેશભાઈ પત્તાણી તરફથી ₹25,000નું દાન મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ટીબી દર્દીઓને પોષણ પૂરું પાડવા માટેનો આ પ્રોજેક્ટ વર્ષ 2018 થી સતત સફળતાપૂર્વક ચાલી રહ્યો છે અને દર મહિને નિયમિત રીતે 45 પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવે છે.
કાર્યક્રમ દરમિયાન ડૉ. નિશાબેન માખેચા તથા જિલ્લા ટીબી ઓફિસર ડૉ. સીમાબેન પોપટિયા દ્વારા કીટમાં સમાવિષ્ટ પોષક આહાર, તેની અસરકારકતા, દવાઓ નિયમિત લેવાની મહત્તા તથા વ્યસનમુક્ત જીવનશૈલી અંગે દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.
રોટરી ક્લબ ઓફ પોરબંદરના પ્રમુખ રો. અનિલરાજ સિંઘવી દ્વારા મહેમાનો અને દાતાશ્રીઓનું સ્વાગત કરી તેમના સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
આ કાર્યક્રમમાં રો. અનિલરાજ સિંઘવી (પ્રમુખ), રો. વિજયભાઈ મજીઠીયા (પ્રોજેક્ટ ચેરમેન), રો. જયેશભાઈ પત્તાણી (પ્રોજેક્ટ કોર્ડિનેટર), રો. હર્ષિત રૂઘાણી (સહ પ્રમુખ) ઉપરાંત નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ, ના સૌરાષ્ટ્ર ક્લસ્ટર ના હેડ વિજયભાઈ રાજપૂત જામનગર થી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા પોરબંદરના બ્રાંચ મેનેજર નયનાબેન પણ ઉપસ્થિત હતા, તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઇનર વ્હીલ ક્લબ તરફથી પ્રમુખ જિજ્ઞાબેન લાખાણી, આઈ.પી.પી. ઇલાબેન ઠક્કર (પ્રોજેક્ટ ચેરમેન) તેમજ વર્ષાબેન સહિતના સભ્યો, હાજર રહ્યા હતા.
આ સમગ્ર પ્રોજેક્ટનું સુચારૂ આયોજન અને સંકલન રો. વિજયભાઈ મજીઠીયા તથા જિલ્લા ક્ષય વિભાગના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું.
0 Comments