પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર સાહેબશ્રી તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર સાહેબ (પ્રોજેક્ટ) ના માર્ગદર્શન હેઠળ, આજરોજ તા. ૨૯/૦૪/૨૦૨૬ ના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં નાગરિકોની સુવિધા માટે સઘન કામગીરી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના અલગ-અલગ વિભાગો દ્વારા શહેરીજનોની સુખાકારી માટે નીચે મુજબ કામગીરી હાથ ધરવામાં આવી હતી:
૧. ઈલેક્ટ્રિક વિભાગ:
શહેરના છાયા, પરેશ નગર, ધનલક્ષ્મી-હુડકો સોસાયટી, ઈન્દીરાનગર, કમલાબાગ-ટેલીફોન સોસાયટી વિસ્તાર, કડીયા પ્લોટ, મીલપરા, ખારવાવાડ, વાઘેશ્વરી પ્લોટ, અવિનાશ સોસાયટી, મ્યુનીસીપલ કોલોની તથા ખાપટ સહિતના વિવિધ વિસ્તારોમાં ઈલેક્ટ્રિક વિભાગ દ્વારા ૧૩૦ જેટલી સ્ટ્રીટ લાઈટોનું સમારકામ કરવામાં આવ્યું હતું.
**૨. સેનિટેશન વિભાગ (સફાઈ કામગીરી):**
શહેરની સ્વચ્છતા જાળવવા માટે સેનિટેશન વિભાગ દ્વારા વોર્ડ વાઇસ વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ વિસ્તારો, GVPs/બ્લેક સ્પોટ્સ (વોર્ડ-૧૧), પક્ષી અભિયારણ્ય, આર.જી.ટી. કોલેજ (ટુરિસ્ટ એરીયા), જી.આઈ.ડી.સી. વિસ્તાર, છાયા ચોકી રિક્ષા સ્ટેન્ડ, પોરાઈ માતાજી મંદિર બહાર (વોર્ડ-૪), બોખીરા ગાર્ડન, વાડી પ્લોટ શાકમાર્કેટ, કે.કે. નગર (સ્લમ એરીયા) અને છાયા ગેઈટથી છાયા ઝોન ઓફીસ સુધીના મુખ્ય માર્ગોની સાફ-સફાઈ કરવામાં આવી હતી.
**૩. વોટર વર્ક્સ વિભાગ:**
વોટર વર્ક્સ વિભાગ દ્વારા વિવિધ વોર્ડમાં પાણી પુરવઠાને લગતી કામગીરીનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું. જેમાં જ્યુબેલી વિસ્તારમાં પાઇપલાઇન રીપેરીંગ, સ્વસ્તિક હોલ નજીક વાલ્વનું સમારકામ અને સુભાષનગરમાં ડંકી રીપેરીંગની કામગીરી કરવામાં આવી હતી.
**૪. ગાર્ડન વિભાગ:**
શહેરના બાગ-બગીચાઓના જાળવણી માટે ગાર્ડન વિભાગ દ્વારા મહારાણા નટવરસિંહજી બાગ (ખીજડી પ્લોટ), રાણીબાગ, કમલા નહેરુ બાગ, ચોપાટી વિલા ગાર્ડન, રૂપાળી બાગ, વાડી પ્લોટ ગાર્ડન, પેરેડાઈઝ ફુવારા ગાર્ડન, નાગાર્જુન સિસોદિયા પાર્ક, આવળ ચોક ગાર્ડન અને વનાણા ગાર્ડનની સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત, મહારાણા નટવરસિંહજી બાગના ફુવારાની પણ ખાસ સાફ-સફાઈ કરવામાં આવી હતી.
**નાગરિકો માટે જાહેર અપીલ:**
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને જણાવવામાં આવે છે કે જાહેર સુવિધાઓ અંગેની કોઈપણ ફરીયાદ નોંધાવવા માટે આપ નીચે આપેલ ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી શકો છો.
* **ટોલ ફ્રી નંબર:** ૧૮૦૦ ૨૩૩ ૦૨૮૬
0 Comments