ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પોરબંદરનું ગૌરવ...


રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્ય કન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પોરબંદરની પ્રતિભાશાળી વિદ્યાર્થિની કુ. અદિતિ દિલીપભાઈ દવેએ સફળતાપૂર્વક પીએચ.ડી. પૂર્ણ કરી ડૉ. અદિતિ દિલીપભાઈ દવે તરીકે ગૌરવ પ્રાપ્ત કર્યું. તેમણે કોલેજના પ્રિન્સિપલ તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના માનનીય પી.એચ.ડી. માર્ગદર્શક ડૉ. અનુપમરત્નશંકર નાગરનાં માર્ગદર્શન હેઠળ ‘ટેગોર'સ શોર્ટ સ્ટોરીઝ એન્ડ રસ સિદ્ધાંત: અ ક્રિટિકલ સ્ટડી’ વિષય પર સંશોધન કાર્ય પૂર્ણ કર્યું છે.
કુ. અદિતિ દવે કોલેજના ઇતિહાસમાં પ્રથમ એવી વિદ્યાર્થિની છે જેણે એ જ સંસ્થામાંથી બી.એ. (ઇંગ્લિશ)માં રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો, એમ.એ. (ઇંગ્લિશ)માં શ્રી ધીરેન્દ્રભાઈ મહેતા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો અને હવે તે જ સંસ્થામાંથી પીએચ.ડી. પૂર્ણ કરી અનોખું સિદ્ધિચિહ્ન સ્થાપ્યું છે. આ તકે કુ. અદિતિ દવેએ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢના પ્રો. (ડો.) પ્રતાપસિંહ ચૌહાણ, અંગ્રેજી વિભાગના અધ્યક્ષ પ્રો. ફીરોઝ શેખ અને વિભાગના તમામ ગુરુજનોનો આભાર વ્યક્ત કરી ઋણ સ્વીકાર કરેલો.
આ અવસરે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અનુપમરત્નશંકર નાગર, વાઇસ પ્રિન્સિપાલ પ્રો. રોહિણીબા જાડેજા, અંગ્રેજી વિભાગના વડા ડૉ. કેતકી પંડ્યા તથા તમામ પ્રોફેસરોએ તેમની આ સિદ્ધિ પર અત્યંત ગૌરવની લાગણી અનુભવી અને સૌએ તેમને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી.

Post a Comment

0 Comments