ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના હોમ સાયન્સ વિભાગનું 100% પરિણામ”

“ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના હોમ સાયન્સ વિભાગનું 100% પરિણામ”

હાલમાં ભક્ત કવિ નરસિંહ મેહતા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી વિનયન વિદ્યાશાખાની પરીક્ષામાં ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના હોમ સાયન્સ વિભાગના સેમેસ્ટર-૪નું ઉત્કૃષ્ટ 100% પરિણામ નોંધાયું છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ સંસ્થા, વિભાગ તેમજ માતા-પિતા માટે ગૌરવની બાબત બની છે. આ પરીક્ષામાં વિદ્યાર્થીનીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
હોમ સાયન્સ વિષય જીવન વ્યવસ્થાપન, પોષણ, આરોગ્ય, કુટુંબ સંચાલન, વસ્ત્રવિજ્ઞાન અને માનવીય વિકાસ જેવા વિવિધ પાસાઓ સાથે સંકળાયેલ એક વ્યવહારુ અને જીવનમુખી વિષય છે. આ વિષય વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવામાં સહાયરૂપ થાય છે અને રોજિંદા જીવનમાં ઉપયોગી કૌશલ્યો વિકસાવવામાં મદદરૂપ બને છે. ઘરગથ્થુ વ્યવસ્થાથી લઈને વ્યવસાયિક ક્ષેત્ર સુધી હોમ સાયન્સનું મહત્વ દિવસેને દિવસે વધી રહ્યું છે. આ વિષય વિદ્યાર્થીનીઓમાં સૃજનાત્મકતા, આયોજન ક્ષમતા અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે પ્રેરણા જગાવે છે.
પરિણામમાં કુ. આર્યા અરવિંદભાઈ દોંગા 83.81% સાથે પ્રથમ ક્રમે, કુ. ભૂમિષા દિનેશભાઈ બામણીયા 82.72% સાથે દ્વિતીય ક્રમે, કુ. રેખા વિંજાભાઈ કુછડિયા 82% સાથે તૃતીય ક્રમે, કુ. નીતા ભરતભાઈ કારાવદરા 80% સાથે ચતુર્થ ક્રમે અને કુ. રાવળ માનસી અરવિંદભાઈ 79.09% સાથે પાંચમા ક્રમે રહ્યા. આ ઉપરાંત, કુ. ભાવિકા ગોપાલભાઈ તન્ના 78.72% સાથે ડિસ્ટિંક્શન પ્રાપ્ત કર્યું, તેમજ કુ. ખુશાલી અશોકભાઈ ગિરનારી 66.90% અને કુ. ગોહેલ દિયા સુરેશભાઈ 58.36% સાથે સફળતા મેળવી.
વિદ્યાર્થીઓની આ ભવ્ય સિદ્ધિ બદલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અનુપમભાઈ નાગર, હોમ સાયન્સ વિભાગના વડા તથા વાઇસ પ્રિન્સિપાલ પ્રો. રોહિણીબા જાડેજા, પ્રો. શોભનાબેન વાળા, ડૉ. નમ્રતાબેન સામાણી, લેબ આસિસ્ટન્ટ ક્રિષ્નાબેન ઘોડાદરા તેમજ કોલેજના તમામ અધ્યાપકોએ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.

Post a Comment

0 Comments