ગુરુકુળ મહિલા કોલેજમાં યોજાયો મંતવ્યોનો મહાકુંભ..


ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રાચાર્યશ્રી ડો. અનુપમ નાગર સાહેબના માર્ગદર્શન હેઠળ “થોટ ઑફ ધ ડે” શ્રેણીનું સફળ આયોજન કરવામાં આવેલ. પરીક્ષાઓના દિવસોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે વાંચનનો અનુકૂળ સમય ઉપલબ્ધ કરાવવા, પ્રાર્થના સત્ર દરમિયાન વિદ્યાર્થીઓ હાજર ન હોવા છતાં કોલેજના પ્રાધ્યાપકશ્રીઓએ “થોટ ઑફ ધ ડે”ની પરંપરા અવિરત રાખી. નિયમિત પ્રાર્થના સત્રોની જેમ જ આ પરંપરાને જાળવી રાખતાં, આ શ્રેણીમાં કોલેજના પ્રાધ્યાપકશ્રીઓએ જીવનમૂલ્યો અને પ્રેરણાદાયક વિચારો રજૂ કર્યા હતા અને આમ સંસ્થાની સંસ્કારસભર પરંપરા અને પ્રતિબદ્ધતાનું દર્શન કરાવેલ.
શ્રેણીની શરૂઆત કુ. અદિતી દવેએ કરી, જેમણે એક સુંદર વાર્તા દ્વારા જીવનમાં પોતાને ખુશ રાખવાનું મહત્વ સમજાવ્યું તેમજ કુ. પારુલ શુક્લાએ વિદ્યાના મહત્ત્વ વિષે શ્લોક દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા. બીજા દિવસે કોમર્સ અંગ્રેજી માધ્યમના કો-ઓર્ડીનેટર કુ. નિમિષા પંડિતે જીવનમાં નિયમિતતાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને હોમ સાયન્સ વિભાગના લેબ આસિસ્ટન્ટ કુ. ક્રિષ્ના ઘોડાદરાએ જીવન અને જીવવાની કળા વિષે પ્રેરણાદાયક વાતો રજૂ કરી. પછીના દિવસે ગ્રંથપાલ શ્રી છાયા કીડિયાએ એક સુંદર સુવિચાર દ્વારા સકારાત્મક સંદેશ આપ્યો અને અંગ્રેજી વિભાગના અધ્યાપક સહાયક ડૉ. અરફાત સૈયદે પણ પોતાના વિચારો ઊંડાણપૂર્વક રજૂ કર્યા. પછીના દિવસે હોમ-સાયન્સ વિભાગના અધ્યાપક સહાયક ડો. નમ્રતા સામાણીએ સંપત્તિ કરતા જ્ઞાનની કિંમત વધારે છે તે વિશે એક સુંદર મજાની વાર્તા દ્વારા સમજાવેલ, જ્યારે ગુજરાતી વિભાગના અધ્યાપક સહાયક ડો. ભાર્ગવ ભટ્ટે શિક્ષકનું મૂલ્ય શું છે તે વિશે એક પ્રેરણાદાયક કિસ્સો સૌ સાથે વહેંચેલ. ત્યાર પછીના દિવસે અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષા ડૉ. ઇલુ ગામીતે ધીરજના મહત્વ પર ખૂબ પ્રખ્યાત કાગડાની વાર્તા કરી પ્રકાશ પાડ્યો જ્યારે હિન્દી વિભાગના અધ્યાપક સહાયક ડૉ. રાજેન્દ્ર ચૌધરીએ હાથીની વાર્તા દ્વારા મહેનત અને સતત પ્રયત્ન કરવાની આવશ્યકતા સમજાવી ત્યાર પછીના દિવસે ગુજરાતી વિભાગના અધ્યક્ષા ડૉ. શર્મિષ્ઠા પટેલે દરેક વ્યક્તિમાં સારું પાસુ જોવાની પ્રેરણા આપી, જ્યારે કોમર્સ વિભાગના અધ્યક્ષ ડૉ. ભરતસિંહ ડોડિયાએ મુશ્કેલ સમયમાં પણ મહેનત જારી રાખવાની વાત કરી. પછીના દિવસે હિન્દી વિભાગના અધ્યક્ષા ડૉ. શાંતિ મોઢવાડિયાએ જીવનમૂલ્યો વિષે માર્ગદર્શન આપ્યું જ્યારે ડૉ. નયન ટાંકે જીવનમાં હંમેશા ખુશ રહેવાની પ્રેરણા આપી. ત્યાર પછીના દિવસે હોમ-સાયન્સ વિભાગના અધ્યાપક પ્રો. શોભનાબેન વાળાએ 'ઇતની શક્તિ હમે દેના દાતા' પ્રાર્થના વિશે ખૂબ સુંદર સમજણ આપેલ. પછીના દિવસે કમ્પ્યુટર સાયન્સ વિભાગના ડૉ. જયેશ ભટ્ટે સકારાત્મક રહેવા અને આનંદ ફેલાવવાની વાત કરી. અંગ્રેજી વિભાગના અધ્યક્ષા ડૉ. કેતકી પંડ્યાએ પ્રખ્યાત લેખક ગિરીશ કરનાડના નાટક હયવદનનો સંદર્ભ આપી પરફેક્શનની શોધ કરતાં, આપણા પાસે જે છે તેમાં ખુશ રહેવાની ભાવના પર ભાર મૂક્યો. શ્રેણીના અંતિમ દિવસે પ્રો. રોહિણીબા જાડેજાએ મહાભારત અને શ્રીમદ ભાગવતના ઉદાહરણો દ્વારા મુશ્કેલ પરિસ્થિતિઓમાં ભગવાન કેવી રીતે મદદ કરે છે તે ખૂબ જ અસરકારક રીતે સમજાવ્યું.

આ સમગ્ર “થોટ ઑફ ધ ડે” શ્રેણી દ્વારા સંપૂર્ણ સ્ટાફમાં સકારાત્મકતા, પ્રેરણા અને જીવનમૂલ્યો પ્રત્યે નવી જાગૃતિ સર્જાઈ. અને આ તક આપવા બદલ સર્વે પ્રાધ્યાપકશ્રીઓએ પ્રાચાર્યશ્રી ડો. નાગર સાહેબનો ખુબ ખુબ આભાર માન્યો.

Post a Comment

0 Comments