વિકાસકાર્યોની સ્થળ તપાસ: કાળઝાળ ગરમીમાં કામદારો માટે ઠંડા પીણાની સુવિધાના આદેશ

 વિકાસકાર્યોની સ્થળ તપાસ: કાળઝાળ ગરમીમાં કામદારો માટે ઠંડા પીણાની સુવિધાના આદેશ

પોરબંદર શહેરમાં ચાલી રહેલા વિકાસકાર્યોની ગતિ અને ગુણવત્તા ચકાસવા માટે મ્યુનિસિપલ કમિશનર હસમુખ જે. પ્રજાપતિએ સ્થળ મુલાકાત લીધી હતી. આ દરમિયાન કર્મચારી સોસાયટી, ખાપટ અને કસ્તુરબા ગાંધી સ્કૂલ નજીકના વિસ્તારોમાં ચાલી રહેલા કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
**કામદારોના આરોગ્યને અગ્રતા**
હાલના કાળઝાળ ઉનાળા અને હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને કમિશનરે સ્થળ પર હાજર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને વિશેષ સૂચનાઓ આપી હતી. કામદારોના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને તડકામાં કામ કરવાને બદલે છાંયડાની વ્યવસ્થા કરવા તેમજ સમયાંતરે વિરામ આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત, શ્રમિકોને છાશ, લીંબુપાણી અને ગ્લુકોઝ પાણી જેવી સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા માટે તાકીદ કરવામાં આવી છે.
**ગુણવત્તા સાથે સમજૂતી નહીં**
સ્થળ પર હાલમાં બોક્સ કટીંગ અને રોડ મેટલિંગના કામો ચાલી રહ્યા છે. આ કામોની ગુણવત્તા અંગે કમિશનરે બાંધકામ વિભાગના સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણા અને વોર્ડ એન્જિનિયર રાહુલ સાથે સમીક્ષા કરી હતી. સંબંધિત એજન્સી અને કોન્ટ્રાક્ટરોને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપવામાં આવી છે કે, રોડ નિર્માણમાં ગુણવત્તાના નિર્ધારિત ધોરણોનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે. મહાનગરપાલિકા દ્વારા વિકાસકાર્યો સમયસર પૂર્ણ કરવા અને નાગરિકોને ઉત્તમ સુવિધાઓ મળે તે માટેની પ્રતિબદ્ધતા દોહરાવવામાં આવી છે.

Post a Comment

0 Comments