બ્રેકિંગ
Porbandar Municipal Corporation ના કરોડો રૂપિયાના ટેન્ડર મામલે વિવાદ વધુ ઘેરાયો.
બ્લેક લિસ્ટ થયેલ કંપની ને કરોડો રૂપિયા નું કામ આપ્યું
એન.પી. પટેલ કંપની વર્ષ 2024માં ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ થયેલી હોવાનો ગંભીર આક્ષેપ.
બ્લેકલિસ્ટ બાદ કંપનીએ નામ બદલી SNL & Co. રાખીને ફરી ટેન્ડર પ્રક્રિયામાં પ્રવેશ કર્યો હોવાનો દાવો.
નામ પરિવર્તન સમયે બ્લેકલિસ્ટની હકીકત છુપાવવામાં આવી હોવાનો આરોપ.
અમદાવાદ સ્થિત SNL & Co. દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરાયા હોવાની ચર્ચા તેજ બની.
એફિડેવિટમાં ખોટી વિગતો દર્શાવી સત્તાવાર પ્રક્રિયાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ.
જૂના રેકોર્ડ અને બ્લેકલિસ્ટિંગની વિગતો દસ્તાવેજોમાં ન દર્શાવાઈ હોવાનો મુદ્દો સામે આવ્યો.
નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કંપનીને બ્લેકલિસ્ટ માનવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો.
છતાં કંપનીને ફરી મોટા પ્રોજેક્ટમાં સામેલ કરાતા પ્રશ્નો ઊભા થયા.
122 કરોડના ટેન્ડરને વધારી 162 કરોડમાં મંજૂર કરાયું હોવાનો આક્ષેપ.
ટેન્ડરની કિંમતમાં થયેલા વધારા પર પારદર્શિતાને લઈને સવાલો ઉઠ્યા.
સમગ્ર બાબતે મ્યુનિસિપલ કમિશનરને લેખિત જાણ કરાઈ હોવા છતાં કાર્યવાહી ન થતાં અસંતોષ.
જાણ હોવા છતાં ટેન્ડર મંજૂર થતા વહીવટી તંત્રની ભૂમિકા ચર્ચામાં આવી.
જવાબદાર અધિકારીઓ સામે કડક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી.
સમગ્ર મામલે હવે મોટા કૌભાંડના વધુ ખુલાસા થવાની શક્યતા
0 Comments