પોરબંદર રેલ્વે પોલીસે ટ્રેનમાં ભૂલાયેલ સોનાના ચેઈન અને જ્વેલરી સાથેનો થેલો મૂળ માલિકને પરત સોંપ્યો

પોરબંદર રેલ્વે પોલીસે ટ્રેનમાં ભૂલાયેલ સોનાના ચેઈન અને જ્વેલરી સાથેનો થેલો મૂળ માલિકને પરત સોંપ્યો
પોરબંદર:
રેલ્વે પોલીસ દ્વારા મુસાફરોની સુરક્ષા અને તેમના કિંમતી સામાનની જાળવણી માટે સતત દેખરેખ રાખવામાં આવે છે. આ દરમિયાન પોરબંદર રેલ્વે પોલીસ ચોકીના સ્ટાફે પ્રમાણિકતા અને ત્વરિત કામગીરીનું ઉદાહરણ પૂરું પાડી, ટ્રેનમાં છૂટી ગયેલો સોનાનો ચેઈન અને અન્ય કિંમતી સામાન તેના મૂળ માલિકને સુરક્ષિત રીતે પરત કર્યો છે.
ઘટનાની વિગત:
07/04/2026 ના રોજ કોચુવેલી-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન પોરબંદર રેલ્વે સ્ટેશન પર આવી ત્યારે ફરજ પરના ASI અમિતભાઈ પરબતભાઈ, પો.હેડ કોન્સ. રણજીતભાઈ મુળુભાઈ અને કેતનગીરી મનસુખગીરીને સર્ચ દરમિયાન AC કોચ B/3 માં સીટ નીચેથી એક બિનવારસુ કાળો થેલો મળી આવ્યો હતો. આ થેલામાં પીળી ધાતુનો ચેઈન, લેડીઝ ઈમીટેશન જ્વેલરી અને કપડાં ભરેલા હતા.
માલિકની શોધ અને સામાનની સોંપણી:
રેલ્વે સહાયતા નંબર 138 પર આ થેલા અંગે ફરિયાદ નોંધાઈ હોવાની જાણ થતા પોલીસે મુસાફરનો સંપર્ક કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે કેરલાના રહેવાસી શીજી રોબર્ટ કાકકારાકુઝેર પોતાના પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા હતા અને ઉતાવળમાં પોતાનો સામાન ટ્રેનમાં ભૂલી ગયા હતા.
પોલીસે ખાતરી કર્યા બાદ, આશરે 1.8 ગ્રામનો સોનાનો ચેઈન (કિંમત અંદાજે ₹2,10,000) તથા અન્ય જ્વેલરી અને સામાન ભરેલો થેલો શીજી રોબર્ટને 'તેરા તુજકો અર્પણ' અંતર્ગત પરત સોંપ્યો હતો. પોતાનો કિંમતી સામાન પરત મળતા મુસાફરે પોરબંદર રેલ્વે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
કામગીરી કરનાર ટીમ:
આ સફળ કામગીરીમાં ASI અમિતભાઈ સાદિયા, પો.હેડ કોન્સ. રણજીતભાઈ સિંધવ, કેતનગીરી ગોસ્વામી અને RPF IPF યશવંત શર્મા તથા અન્ય સ્ટાફ જોડાયેલ હતો.

Post a Comment

0 Comments