પોરબંદર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં વહીવટદાર એસ.ડી. ધાનાણી(આઈ.એ.એસ)ના અધ્યક્ષસ્થાને તા.૨૧/૦૩/૨૦૨૬ ના બેઠક મળેલ હતી. જેમાં પોરબંદર મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ વર્ષ ૨૦૨૬-૨૭ ના વર્ષનું અંદાજપત્ર (બજેટ) સંભવિત સિલક સહિતનું કુલ (રેવન્યુ તથા ગ્રાન્ટ ઉપજ-કેપિટલ ઉપજ સહિત) રૂ।.૯,૯૫,૦૫,૫૭,૭૦૭/- અને ફૂલ ખર્ચ (રેવન્યુ તથા ગ્રાન્ટ ઉપજ-કેપિટલ ઉપજ સહિત) રૂ.૯,૪૧,૬૭,૭૨,૧૬૪/-ની જોગવાઈ સાથે બંધ સિલક રૂ. ૭૫,૦૦૦/- સહિત રૂ.૫૩,૩૮,૬૦,૫૪૩/- ની પુરાંતવાળું વિકાસલક્ષી બજેટ મંજૂર કરવામાં આવેલ છે. અને બિનજરૂરી ખર્ચાઓમાં કાપ મૂકીને પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવેલ છે.
વર્ષ ૨૦૨૬-૨૭ માં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રજુ કરવામાં આવેલ અંદાજપત્ર અન્વયે હાથ ધરવામાં આવેલી કેટલીક અગત્યની કામગીરી નીચે મુજબ છે.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર અંતર્ગત શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ કામો હાથ ધરવામાં આવ્યા છે.
શહેરમાં રસ્તાઓના વિકાસ માટે કરોડો રૂપિયાના ખર્ચે નવા રસ્તા, રિસફેસિંગ, સીસી રોડ, પેવરબ્લોક અને સ્ટ્રીટલાઈટ લગાવવાની કામગીરી ચાલી રહી છે. સાથે સાથે શહેરને ડસ્ટ ફ્રી બનાવવા પેવરબ્લોકના કામોને ગતિ આપવામાં આવી છે.
બ્યુટીફિકેશન અંતર્ગત બંદર રોડના બગીચાઓનું અપગ્રેડેશન, ચોપાટી ખાતે નવા ગેટ, કમલાનહેરુ ગાર્ડન તથા પેરેડાઈઝ સર્કલના વિકાસ, સુકાળા તળાવનું સૌંદર્યાકરણ અને શહેરમાં ડેકોરેટિવ લાઈટિંગ, વોલ પેઈન્ટિંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવી છે.
વરસાદી પાણીના નિકાલ માટે અંદાજે રૂ. ૫૦ કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ અને પમ્પિંગ સ્ટેશનો ઉભા કરવામાં આવી રહ્યા છે, જેથી પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળશે.
ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ માટે રૂ. ૧૬૦ કરોડથી વધુના આયોજન સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર લાઈન અને એસ.ટી.પી. બનાવવાની પ્રક્રિયા ચાલુ છે.
પાણી પુરવઠા ક્ષેત્રે રૂ. ૧૫૮ કરોડના ખર્ચે નેટવર્ક અપગ્રેડેશન, નવી ટાંકીઓ તથા નવા વિસ્તારોમાં પાણીની સુવિધા વધારવા કામો સરકારશ્રીના GUDC દ્વારા હાથ ધરાયા છે.
સ્ટ્રીટલાઈટ માટે સ્માર્ટ અને એનર્જી એફિશિયન્ટ લાઈટિંગ સાથે CCTV કેમેરા સ્થાપનાનો સમાવેશ કરતો વિશાળ પ્રોજેક્ટ અંદાજે રુ પપ કરોડના ખર્ચે શરૂ કરવામાં આવ્યો છે.
શહેરના હેરીટેજ સંરક્ષણ, શિક્ષણ ક્ષેત્રે મોડર્ન લાઈબ્રેરી, સ્કૂલ બિલ્ડિંગ અને આંગણવાડીના નિર્માણ સાથે જનસુવિધા કેન્દ્રો, પબ્લિક ટોયલેટ અને પરિવહન સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત જૂના ઘન કચરાનો નિકાલ, નવી મશીનરી અને સાધનો ખરીદી કરી સ્વચ્છ પોરબંદર તરફ આગળ વધવામાં આવ્યું છે.
રમતગમત સુવિધાઓ વિકસાવવા તથા ઈ-ગવર્નન્સ દ્વારા નાગરિકોને ઓનલાઈન સેવાઓ પૂરી પાડવા માટે મહાનગરપાલિકા પ્રતિબદ્ધ છે.
શહેરના આધુનિકીકરણ, સુવિધાઓના વિસ્તરણ, પ્રવાસન વિકાસ તથા નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખી વિવિધ મહત્વાકાંક્ષી યોજનાઓને આ બજેટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે.
અંદાજપત્ર અંતર્ગત શહેરને આગવી ઓળખ આપવા માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠાળ રૂ. ૬પ કરોઠના ખર્ચે ૮૦૦થી વધુ ક્ષમતા પરરવતા આધુનિક ટાઉનહોલનું નિર્માણ કરવામાં આવશે, જેના માટે પ્રોજેક્ટ રિપોર્ટ અને ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે.
પ્રવાસન વિકાસને વેગ આપવા અસ્માવતી નદીના બંને કિનારાઓ પર 'લેસ કોટિ, મોર ગ્રીનરી'ના કન્સેપ્ટ સાથે આશરે ૧૦ કિમી લાંબો રિવરફન્ટ અને વોટરકન્ટ વિકસાવવા માટે પ્રીજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. સાથે જ શહેરના દરિયા કિનારે આશરે ૧૨ કિમી વિસ્તારમાં મનોરંજન તથા નાગરિક સુવિધાઓ સાથે માસ્ટર વિઝન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યી છે. આ કામગીરી માટે પ્રારંભિક તબક્કામાં રૂ. ૩૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
શહેરને ફાટકમુક્ત બનાવવા માટે ભદ્રકાલી અને ફાયર બ્રિગેડ ફાટક પર રેલવે ઓવરબ્રિજ તથા કડીયા પ્લોટ અને નરસંગ ટેકરી વિસ્તારમાં અન્ડરબ્રિજ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહો છે. જેમાં આશરે રૂ. ૭૦ કરોડનો ખર્ચ થશે. તેમજ અસ્માવતી નદી પર નવા બ્રિજના નિર્માણ માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના સૌંદર્થીકરણ માટે નવા બગીચાઓ, રાણીબાગ અને રૂપાળીબાગના અપગ્રેડેશન, દિવ્યાંગ ઉદ્યાન, સ્પોન્જ પાર્ક તથા સાયકલ અને વોકિંગ ટ્રેક જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. પોરબંદર ચૌપાટીનું રૂ. ૭ કરોડના ખર્ચે આધુનિકીકરણ કરવામાં આવશે. યોગા સ્ટુડિયો, ઓપન જીમ, ચિલ્ડ્રન પાર્ક તથા ફ્લોટિંગ ડેક જેવી સુવિધાઓ ઉમેરવામાં આવશે.
શહેરમાં રસ્તાઓના વિકાસ માટે વિવિધ વિસ્તારોમાં રૂ. ૧૬.૨૩ કરોડથી વધુના ખર્ચે નવા રસ્તાઓ બનાવવાના કામો ચાલુ છે અને વધુ વિસ્તારોમાં નવા માર્ગો તથા આઈકોનિક રોડ વિકસાવવામાં આવશે. ફૂટપાથ ડેવલોપમેન્ટ, માર્ગ સલામતી સુવિધાઓ તથા ગૌરવપથ પ્રોજેક્ટ માટે પણ મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત રૂ. ૨૫ કરોડના ખર્ચે વેસ્ટ ડિસ્પોઝલ પ્લાન્ટ, રોડ સ્વીપર મશીનો, ડોર-ટુ-ડોર વાહનો, ટ્રાન્સફર સ્ટેશન અને કન્સ્ટ્રક્શન વેસ્ટ પ્લાન્ટ સ્થાપવાની યોજના છે. શહેરને સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા આ પગલાં મહત્વપૂર્ણ સાબિત થશે.
આરોગ્ય, સેનીટેશન, તળાવ વિકાસ, વનીકરણ અને જળ સંચય જેવા ક્ષેત્રોમાં પણ વિશેષ ધ્યાન અપાયું
છે. સ્માર્ટ આંગણવાડીઓ, શહેરી આરોગ્ય કેન્દ્રો અને આધુનિક લાઈબ્રેરી જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
આ ઉપરાંત મહાનગર સેવા સદન, ફાયર સ્ટેશન, એફોર્ડેબલ હાઉસીંગ મિશન હેઠળ નવા આવાસો તથા ટાઉન પ્લાનિંગ અને સિટી મોબિલિટી પ્લાન જેવી મહત્વપૂર્ણ પહેલો હાથ ધરવામાં આવશે.
આ બજેટ પોરબંદર શહેરના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શક સાબિત થશે. સરકારશ્રીની સહાય તથા ઉપલબ્ધ ગ્રાન્ટના આધારે તમામ યોજનાઓ તબક્કાવાર અમલમાં મુકવામાં આવશે પોરબંદર મહાનગરપાલિકા શહેરના નાગરિકોને ઉત્તમ સુવિધાઓ, સુવ્યવસ્થિત સેવાઓ અને સુખાકારીપૂર્ણ જીવન પ્રદાન કરવા માટે સતત પ્રતિબદ્ધ છે.
0 Comments