8 વર્ષના બાળકે 5 રોજા રાખ્યા, પરિવારમાં ખુશી

8 વર્ષના બાળકે 5 રોજા રાખ્યા, પરિવારમાં ખુશી
 | વંથલીના મહમદ રયાન રહીમભાઈ કારવાતના 8 વર્ષના બાળકે પવિત્ર રમઝાન મહિનામાં પોતાના કાકા અને કૌટુંબિક છોકરાઓ સાથે મળીને 5 રોજા રાખી શ્રદ્ધા અને ઉત્સાહનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. નાની ઉંમરે ધાર્મિક લાગણી અને સંયમ દાખવતા બાળકને પરિવારમાંથી પ્રશંસા મળી રહી છે. આ પ્રસંગે પરિવારજનોમાં ખુશી અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો.
વંથલીમાં 10 વર્ષના બાળકે રમઝાન માસના 27 રોજા રાખી ખુદાની ઈબાદત કરી
 
વંથલીના અફઝલ અનિસભાઈ જેઠવાના 10 વર્ષના પુત્ર અફઝલે રમઝાન મહિનાના 27 રોઝા રાખીને ઈબાદત કરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. નાની ઉંમરે વહેલી સવારે સહેરી કરીને દિવસભર રોઝા રાખતા અને પાંચ વખતની નમાઝ અદા કરતા અફઝલે અલ્લાહ પાસે દુઆ માંગી હતી. જોકે પરિવારજનોએ જણાવ્યું કે બાળપણથી જ ધાર્મિક સંસ્કાર આપવા માટે પ્રેરણા અપાઈ રહી છે, જેનાથી અન્ય બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યું છે.

Post a Comment

0 Comments