પોરબંદરમાં મારામારીના ગુનામાં લાલશાહીથી નાસતો આરોપી ઝડપાયો

પોરબંદરમાં મારામારીના ગુનામાં લાલશાહીથી નાસતો આરોપી ઝડપાયો

પોરબંદર: કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે મારામારીના ગુનામાં લાલશાહીથી નાસતો ફરતો આરોપી ઝડપી લીધો છે. મળતી માહિતી મુજબ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાહિત કિસ્સા નં. ૬૩૪/૨૦૨૫ હેઠળ બી.એન.એસ. કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૧(૩), ૩૫૨, ૮૪, ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપી અંકુશ કિશોરભાઇ ભાદ્રેચા (ઉ.વ.૩૨), રહે. રોકડીયા હનુમાન પાછળ, સુરુષિ સ્કૂલની સામે, પોરબંદર, લાંબા સમયથી લાલશાહીથી નાસતો ફરતો હતો.
આ દરમિયાન કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ્પેક્ટર જે.એસ. હુંબલ તથા સર્વેલન્સ ટીમને મળેલી બાતમીના આધારે પોરબંદર હાઇવે નજીક આવેલી હોટલ પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપી અંકુશ ભાદ્રેચા મળતા તેને કાબૂમાં લઇ પૂછપરછ માટે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેની સામે નોંધાયેલા ગુનાના અનુસંધાને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કમલાબાગ પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા લાલશાહીથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવતાં પોલીસની કામગીરીને સરાહના મળી રહી છે.

Post a Comment

0 Comments