જેસીઆઈ પોરબંદર દ્વારા સમયાંતરે વ્યક્તિત્વ વિકાસના વિવિધ કાર્યક્રમોના આયોજનો કરવામાં આવે છે. જેસીઆઈ પોરબંદરની મહિલા વિંગ પણ સતત કાર્યરત રહે છે, ત્યારે જેસીઆઈ પોરબંદર મહિલા વિંગ દ્વારા 8મી માર્ચે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પોરબંદર શહેરમાં સ્વબળે પોતપોતાના વ્યાપારક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરીને સમાજ માટે ઉદાહરણરૂપ કાર્ય કરનાર ઉધોગસાહસિક મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જેસીઆઈ પોરબંદરની મહિલા વિંગની હોદેદારોએ ઉધોગસાહસિક મહિલાઓ આકાંક્ષા નાંદોલા, મધુરી કારીયા, મેઘા રાયચુરા, મૃદુલા હિંડોચા, નિશા સલેટ, રંજન ઢાકી અને વર્ષા જોશી વગેરે મહિલાઓનું સન્માન કરીને મહિલા દિવસની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં જેસીઆઈ પોરબંદર મહિલા વિંગના પ્રમુખ ડો. દિશા લાખાણી, પૂર્વ પ્રમુખ એકતા દાસાણી, ભક્તિ મોનાણી, જિજ્ઞા તન્ના, મિતલ લાખાણી, યુતિ કોટેચા, નીતા રામાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
0 Comments