પીએમશ્રી કુમારશાળા રાણાકંડોરણાની એક્સપોઝર વિઝીટ પીએમ યોજનામાં પસન્દગી પામેલશાળાઓમાં બાળકો નવા નવા સ્થળની મુલાકાત કરે અને નવું નવું જાણે તે માટે શાળામાં ધોરણ 6થી 8 ના વિદ્યાર્થીને સરકાર અને સમગ્ર શિક્ષા અભિયાન તરફથી એક્સપોઝર વિઝીટ માટે ગ્રાન્ટ આપવામાં આવે છે. જે અન્વયે આજ રોજ 14-03-26ના રોજ પીએમ શ્રી કુમારશાળા રાણાકંડોરણા માં ઉચ્ચ પ્રાથમિક ધોરણના બાળકો માટે એક દિવસ માટે હરસિદ્ધિ વન - હર્ષદ, દ્વારકા, બેટ - દ્વારકા, સુદર્શન સેતુ, નાગેશ્વર જ્યોર્તિલીંગ તેમજ કાચબા ઉછેર કેન્દ્ર માટે એક્સપોઝર વિઝીટનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં સૌ પ્રથમ હર્ષદની નવી ઓળખ બનેલા હરસિદ્ધિ વન મુલાકાત કરાવવામાં આવી હતી. જ્યાં બાળકોને બગીચા, છોડ, વૃક્ષો રોપા નો પરિચય કરાવવામાં આવ્યો. બાળકોએ હીંચકા, લસરપટ્ટી વગેરેની મોજ માણી.ગુજરાત સરકારના વન વિભાગ તરફથી બાળકો તથા પ્રવાસીઓ માટે સરસ મજાનું પર્યટન સ્થળ બનાવવામાં આવ્યું છે. ત્યાર બાદ જગત મઁદિર દ્વારકાના દર્શન કરાવવામાં આવ્યા હતા. દ્વવારકાધીશ ના દર્શન કરી બધા વિદ્યાર્થીઓએ જીવનની ધન્યતા અનુભવી. મઁદિરની બાજુમાં ગોમતી નદી અને સુદામા સેતુ પણ વિદ્યાર્થીઓએ જોયા અને ફોટોગ્રાફી કરી. શનિવાર હોવાથી દ્વારકા મંદિરમાં ખૂબ ભીડ હતી છતાં પણ કોઈપણ વિધાર્થી અલગ થયા વિના બધા વિધાર્થીઓએ શાંતિથી નિરાતે દર્શન કરી શક્યા.કોઈ અજાણ્યા દાતા તરફથી સરકારી શાળાના બાળકોને દ્વારકાધીશના દર્શને આવેલા જોઈ આનંદિત થઈ બધા બાળકોને પોતાના તરફથી બિસ્કિટ આપવામાં આવ્યા. ત્યાર બાદ સુપ્રસિદ્ધ નાગેશ્વર જ્યોર્તિલીંગ ના દર્શન કરવા માટે લઇ જવામાં આવ્યા. ત્યાં દર્શન કરી નાગેશવનમાં વન ભોજન કરવા લઇ જવામાં આવ્યા. ત્યાં બધા વિદ્યાર્થીઓને જમવાનો પણ અનેરો અવસર મળ્યો. થેપલા , સુકીભાજી, સંભારો અને ઠંડી છાસ જમ્યા અને રમ્યા પણ ઘણું. નાગેશ્વર પછી બેટ દ્વારકા અને સુદર્શન સેતુની મુલાકાત માટે નીકળ્યા.બધા વિદ્યાર્થીઓ સોનાની દ્વવારકા જોઈ મંત્ર મુગ્ધ થઇ ગયા. બાળકોને આપણી સંસ્કૃતિના દર્શન કરાવવામાં આવ્યા. કૃષ્ણ લીલાનો પરિચય કરાવવામાં આવ્યો.સોનાની દ્વારકાની પ્રતિકૃતિ રૂક્ષ્મણી મહેલ જોવાનો પણ આનંદ મળ્યો.બેટ દ્વારકામાં આધ્યાત્મિકતા અને વિજ્ઞાનના સંગમથી બનેલા સુદર્શનસેતુ જોઈ બાળકો ખૂબ આનંદિત થયા.ત્યાં બધા બાળકો સેતુ પર ઉતર્યા અને ફોટોગ્રાફી કરી. ત્યાંથી અમો કંડોરણા પરત આવવા માટે નીકળ્યા રસ્તામાં ટાટા કેમિકલ્સ ની ફેક્ટરી અને ઓખા પોર્ટ, તેમજ હોડીઓ અને વહાણ પણ જોયા. પોરબંદર દ્વવારકા રોડ પર આવેલા કાચબા ઉછેર કેન્દ્ર પાસે બધા વિદ્યાર્થીઓએ દરિયા કિનારે સન સેટ ની મજા લીધી. ત્યાં દરિયા કિનારે રેતીમાં બધા બાળકો વોલીબોલ, ક્રિકેટ અને મોજ મસ્તી કરી પ્રવાસનો આંનદ લીધો. રસ્તામાં બધા બાળકોએ સમૂહમાં નાસ્તો કરી પ્રવાસનો ભરપૂર આનંદ માણ્યો હતો.
બાળકોને દ્વારકાનો પ્રવાસ અદ્ભુત અને આનંદિત રહ્યો.
પીએમશ્રી યોજનામાં સમાવિષ્ટ શાળાને દર વર્ષે બાળકોને કોઈ પણ ખર્ચ વિના એક શૈક્ષણિક પ્રવાસ કરાવવામાં આવે છે. એક્સપોઝર વિઝીટ માટે સરકારશ્રી તથા સમગ્ર શિક્ષા અભિયાન તરફથી તમામ ખર્ચ પેટે શાળાને ગ્રાન્ટ આપવામાં આવે છે. જેનો પીએમશ્રી કુમારશાળા રાણાકંડોરણાએ ખુબ સારો લાભ લીધો.
0 Comments