શિવ શક્તિ આશ્રમ ખાતે ૧૫૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય અને દિવ્ય ચાર દિવસીય આયોજન

સંતશ્રી શિરોમણી શ્રી બાબુજતીબાપુની ૭ મી પુણ્યતિથી નિમિત્તે
શિવ શક્તિ આશ્રમ ખાતે ૧૫૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય અને દિવ્ય ચાર દિવસીય આયોજન
પરમ પૂજ્ય સિદ્ધ સંત શ્રી શિરોમણી શ્રી બાબુજતીબાપુની ૭ મી પુણ્યતિથી નિમિત્તે શિવ શક્તિ આશ્રમ નવાપરા છાંયા પોરબંદર ખાતે તા ૧૨ થી ૧૫ એપ્રિલ સુધી ચાર દિવસીય ભવ્ય અને દિવ્ય શ્રી ગાયત્રી મહાયજ્ઞ ૧૫૧ કુંડી નું આયોજન કરેલ છે
જેમાં તા ૧૨-૪-૨૬ ના રોજ ગણેશ સ્થાપન અને દેહ શુદ્ધિ તથા સાંજે ૧૬૪ કન્યા પૂજન, શોભાયાત્રા યોજાશે 
તા ૧૩-૪-૨૬ થી તા ૧૫-૪-૨૬ સુધી સવારે ૮ વાગ્યે મહાયજ્ઞ નો પ્રારંભ થશે જે સાંજે ૫ વાગ્યા સુધી ચાલશે જેમાં તમામ જ્ઞાતિ સમાજના ૧૫૧ દંપતિઓ યજ્ઞમાં બેસી ગાયત્રી મહામંત્રની આહુતિઓ આપશે આ ગાયત્રી મહાયજ્ઞમાં મુખ્ય શાસ્ત્રીજી રસિકભાઈ રાજ્યગુરુ તથા સાંદિપની વિદ્યાનિકેતનના ઋષિ કુમારો દ્વારા આહુતિઓ અપાવશે
તા ૧૫-૪-૨૬ સંત શ્રી શિરોમણી શ્રી બાબુજતીબાપુની પુણ્યતિથીના રોજ મહાયજ્ઞ પૂર્ણાહુતિ થશે
દરરોજ સાંજે ૫ થી રાતે ૧૨ વાગ્યા સુધી રામધૂન યોજાશે
આ ધર્મ મહોત્સવમાં ભોજન મહા પ્રસાદી ચા પાણી અવિરત ચાલુ રહેશે 
તા ૧૫ એપ્રિલના રોજ રક્તદાન કેમ્પ યોજાશે
શિવ શક્તિ આશ્રમના મહંત શ્રી ક્રિષ્નજતીબાપુ ગુરુ શ્રી બાબુજતીબાપુના માર્ગદર્શન હેઠળ અસંખ્ય સેવકો દ્વારા મહા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે
આ મહાયજ્ઞમાં અગ્રણી સંતો મહંતો પધરામણી કરશે
આ મહાયજ્ઞના દર્શન કરવા અને ભોજન પ્રસાદી લેવા પધારવા સૌ ધર્મપ્રેમી જનતાને ક્રિષ્નજતીબાપુ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે

Post a Comment

0 Comments