પોરબંદર શહેરમાં નશીલા પદાર્થો વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન એસ.ઓ.જી. પોલીસને મહત્વની સફળતા મળી છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે “પુષ્પક” ભવ્ય ટાવર સામે, રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પી.આઈ. વાય.જી. માથુકીયા અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
દરોડા દરમિયાન કલ્પ મનીષભાઈ હોદ્દાર, મન મનીષભાઈ હોદ્દાર અને દેવ ભરતભાઈ મોતીવરસને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓના કબ્જામાંથી કુલ ૧૧ ગ્રામ હાઈબ્રીડ ગાંજો, જેની કિંમત અંદાજે રૂ. ૩૩,૦૦૦ થાય છે, તેમજ ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂ. ૧,૯૦,૦૦૦ મળી કુલ રૂ. ૨,૨૩,૦૦૦નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ મામલે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ, ૧૯૮૫ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા નશીલા પદાર્થોના વેચાણ અને સેવન સામે કડક પગલાં લેવાની કામગીરી આગળ પણ ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
0 Comments