*જૂનાગઢ જિલ્લા ના માંગરોળ તાલુકા ની ૧૦૮ એમ્બ્યુલન્સ ના EMT idrish amreliya ને આજ રોજ ૧૦૮ હેડ ઓફિસ અમદાવાદ ખાતે EM care એવોર્ડ 🏆આપી સન્માનિત કરવામાં આવ્યા...*
તાજેતરમાં માંગરોળ તાલુકા ના લોએજ ગામે એક 13 વર્ષના બાળકને સાપે ડંખ મારવાના ગંભીર બનાવમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસની ટીમે સમયસર પહોંચી પ્રશંસનીય પ્રિ-હોસ્પિટલ સારવાર આપી બાળકનો જીવ બચાવ્યો હતો. કોલ મળતા જ 108 ની ટીમ ખૂબ જ ઓછા સમયમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
ઘટના સ્થળે પહોંચ્યા બાદ EMT શ્રી ઇદ્રીશ અમરેલીયાએ દર્દીની સ્થિતિનું તાત્કાલિક મૂલ્યાંકન કરી જરૂરી ઇમરજન્સી સારવાર શરૂ કરી હતી. તેમણે ૧૮ થી ૨૦ જેટલા જરૂરી ઇમરજન્સી ઇન્જેક્શન આપ્યા તેમજ BVM દ્વારા ઓક્સિજન આપી દર્દીની શ્વાસ પ્રક્રિયા સુધારવા પ્રયાસ કર્યો હતો. તેમની ઝડપી કામગીરી અને કુશળતાના કારણે દર્દીની સ્થિતિ સ્થિર રાખવામાં સફળતા મળી હતી.
ત્યારબાદ દર્દીને ખૂબ જ ઓછા સમયમાં નજીકની હોસ્પિટલમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યો હતો જેથી તેને સમયસર વધુ સારવાર મળી શકી હતી. 108 ઇમરજન્સી સર્વિસની આ સમયસૂચક કામગીરીને કારણે બાળકનો જીવ બચી શક્યો હતો.
આ ઉત્તમ અને પ્રશંસનીય કામગીરી બદલ આજ રોજ ઉપરી અધિકારીઓ દ્વારા EMT શ્રી ઇદ્રીશ અમરેલીયાને EM Care Award આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી કામગીરી 108 સેવાના સ્ટાફ માટે ગૌરવની બાબત છે અને અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ છે.
0 Comments