વરસાદી પાણીના સંગ્રહ સાથે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે
પોરબંદર નગરપાલિકાના કમિશનર એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરમાં વિવિધ વિકાસલક્ષી કાર્યો પૂર ગતિએ આગળ વધી રહ્યા છે. આ જ દિશામાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૩ના મીરા નગર વિસ્તારમાં વરસાદી પાણીનો સંગ્રહ સુવ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અંદાજિત રૂ. ૮૭.૩૫ લાખના ખર્ચે પાંચ વર્ષની જાળવણી અને નિભાવણી સાથે “સ્પોન્જ પાર્ક” બનાવવાના પ્રોજેક્ટનું ઓનલાઈન ટેન્ડર કરવામાં આવ્યો છે. આ સ્પોન્જ પાર્ક વરસાદી પાણીના સંગ્રહ માટે અસરકારક સાબિત થશે અને વિસ્તારના નાગરિકોને પાણી ભરાવાની સમસ્યાથી રાહત મળશે. સાથે સાથે, નાગરિકોની સુવિધા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને પાર્કમાં બાળકો માટે રમતા-ગમતા સાધનો, યુવાઓ માટે જીમ એક્વિપમેન્ટ્સ, વોકિંગ પાથવે તથા ડેકોરેટિવ લાઇટિંગ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી મીરા નગર વિસ્તારનો સર્વાંગી વિકાસ થવા સાથે નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાસભર પર્યાવરણ પ્રાપ્ત થશે.
આ મહત્વના પ્રોજેક્ટ થી માત્ર મીરાનગરમાં વસવાટ કરતા લોકોને જ નહીં પરંતુ પરેશ નગર ઉદ્યોગ નગરની આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા અનેક લોકોને લાભ થશે.
0 Comments