પોરબંદરના જાણીતા યુવા તબીબે જી.પી.એસ.સી.ની કલાસ વનની પરીક્ષા કરી પાસબાળરોગના નિષ્ણાંત એવા રઘુવંશી સમાજના તેજસ્વી તારલા ઉપર થઇ અભિનંદન વર્ષા

પોરબંદરના જાણીતા યુવા તબીબે જી.પી.એસ.સી.ની કલાસ વનની પરીક્ષા કરી પાસ
બાળરોગના નિષ્ણાંત એવા રઘુવંશી સમાજના તેજસ્વી તારલા ઉપર થઇ અભિનંદન વર્ષા

પોરબંદરના જાણીતા બાળરોગ નિષ્ણાંત એવા યુવા તબીબે જી.પી.એસ.સી. કલાસ વનની પરીક્ષા પાસ કરીને અનેરી સિધ્ધિ પ્રાપ્ત કરતા રઘુવંશી સમાજના આ તેજસ્વી તારલા ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

પોરબંદરની ગ્લોબલ હોસ્પિટલ પાસે આવેલ જલારામ હોસ્પિટલના માલિક એવા જાણીતા યુવા તબીબ ડો. જય શૈલેષભાઈ બદીયાણીએ પોતાની મહેનત, ઈશ્વરની કૃપા અને માતાપિતાના આશીર્વાદથી આરોગ્યક્ષેત્રમાં એક અનોખું સ્થાન હાંસલ કર્યુ છે અને ગુજરાત પબ્લિક સર્વિસ કમીશન (જી.પી.એસ.સી.) કલાસ વનની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી માત્ર સાત ઉમેદવાર પીડીયાટ્રીકની પરીક્ષામાં પાસ થયા હોય તેમાં ઉતીર્ણ થઇ પોરબંદર તથા રઘુવંશી સમાજનું નામ ગૌરવભેર ઉંચુ કર્યુ છે.

આ સિધ્ધિ સાબિત કરે છે કે સંકલ્પ, ધગશ, મહેનત અને દ્રઢ વિશ્વાસ હોય તો કોઇપણ લક્ષ્ય અપ્રાપ્ય નથી. ડો. જયની આ ઉપલબ્ધિ યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે કે કેવી રીતે સપના સાકાર કરવા અવિરત પ્રયત્ન જરૂરી છે. પોતાની સફળતાનો શ્રેય ડો. જય બદીયાણી પોતાના સદ્ગત માતા સ્વ. ચંપાબેન બદિયાણી, પિતા શૈલેષભાઈ તથા પત્ની ડો. યશસ્વિની બદિયાણીને તથા ઇશ્વરને આપે છે. પોરબંદર રઘુવંશી સમાજના આગેવાનોએ પણ ડો. જય બદિયાણી ઉપર અભિનંદનવર્ષા કરી છે.

Post a Comment

0 Comments