પોરબંદર શહેરના કીર્તિમંદિર વિસ્તારમાં ગુમ થયેલ કુલ ત્રણ મોબાઇલ ફોન પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે. આ મોબાઇલની કુલ અંદાજિત કિંમત રૂ. ૨૪,૫૦૦/- જેટલી થતી હતી. ગુમ થયેલ મોબાઇલ અંગે અરજદાર તરીકે બીપીન દામોદરભાઇ રાજાણી, કરશન લાધાભાઇ મોરી અને ફેજલ ખબ્દુલકાદીર સોરઠીયાએ પોલીસમાં અરજી નોંધાવી હતી. અરજીઓના આધારે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પોલીસે અલગ-અલગ સ્થળોથી ત્રણેય મોબાઇલ ફોન સફળતાપૂર્વક ટ્રેસ કરી શોધી કાઢ્યા હતા. બાદમાં જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી ત્રણેય મોબાઇલ તેમના મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા. મોબાઇલ પરત મળતા અરજદારો દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
0 Comments